Kevat ne kaha, “Prabhu ek upaaye hai”. Prabhu ne kaha,”kaun sa upaaye, sheeghra batao”. Kevat ne kaha, ” mein pehle aapke charan pakharoonga, fir apni naav mein aapko baithaonga”. Prabhu ne kaha , ” Jo tumhe theek lage wohi karo”. Kevat apne ghar se kathauTa le aaya , tatha saath saath apne samast parivaar tatha parijan ko bhi bula kar le aaya. Prabhu uski is chaturai par muskara rahe the. Unhe kevaT ke antar man mein chal rahe ananya prem tatha agaad charno ki bhakti apne liye dikhaai de rahi thi. KevaT charano ko aaram se dho raha tha, fir us charanaamrit ko sabse pehle apne poorvajo ka naam lekar chidka, punah sa-varivaar charanamrit grehan kiya, aur fir shree Ramji aur Sita ji tatha Lakshman ji ko naav mein baitha kar Ganga paar karaya. Prabhu paar utar kar kevaT ko utaarayi dena chahte the parantu vanvasi Shri Ram ke paas us samay naavik ko dene ke liye kuch nahi tha. Isleye Sita Ji ki taraf unhone dekha, Maata samajh gayin aur apni mudrika utaar kar naavik ko dene lagin. Naavik ne prabhu ke charan pakad liye, aur kaha,” Prabhu mein aapse utaarayi nahi le sakta”. Prabhu ne kahan, “kyun kevaT , kyun nahi le sakte? Ye to tumhara hakk hai.” KevaT bola,” Prabhu mera aur aapka vyavsaaye ek hai, Ek vyavsaaye ke log aapas mein paise ka len den nahi karte”. Yeh sunkar Lakshman ji ko krodh aane laga ki pehle isne bahane se prabhu ke charan dhoye aur ab ek hi vyavsaaye ka bana raha hai. Kahan prabhu Shri Ram aur kahan ye kevaT. Prabhu Lakshman ji ka bhaav padhte hue bole, ” KevaT se pooch lete hain ki humara vyavsaaye ek kaise hai?”
KevaT ne bade vishwas ke saath kaha,” hamara vyavsaaye ek hi hai. Meine aapko Ganga paar kiya hai aur aap bhav saagar se paar karane waale hain. Isleye jab mein aapke ghaat par aaonga to aap mujhe bhavsaagar paar kara dijiyega. ” KevaT ka jawab sunkar sabhi aashcharya mein pad gaye. KevaT punah haath jodkar vinamrata se kaha, ” Prabhu jab aap laut kar aayenge to hamein seva ka avsar punah dijiyega aur us waqt aap hamein jo bhi utaarai denge wo mein prashaad samajh kar sirodhaari karoonga.”
Is Prasang ka Aadhaar:
Dwaapar Yug Mein:
કેવટ પ્રસંગ.
મેં તો જાણી લીધો ભેદ તમારો, સીતાના સ્વામી,પ્રેમે કહો પાવલાં પખાળો….
ભવ સાગર ભર તારણ હારો, માંગે આજ આશરો અમારો
નાવ માંગે હરિ પાર ઊતરવા, કેવટ મનમાં મૂંઝારો…સીતાના સ્વામી…
મર્મ તમારો જાણું હું ભગવંત, જાણું અવતાર તમારો
પ્રથમ પહેલાં પાય પખાળું, પછી કરૂં પાર કિનારો….સીતાના સ્વામી..
રાત વેળા એ કરતા લક્ષ્મણ, નૃપ સંગ વેદ ના વિચારો
વેદ નો ભેદ મેં એક જ જાણ્યો, જાણ્યો ચરણ ચમકારો.. સીતાના સ્વામી…
રજ તમારી પડી પથ્થર પર, પ્રગટ્યો ત્યાં દેહ દમકારો
જો રજ પરસે નાવ અમારી, તૂટે ગરીબ નો ગુજારો…સીતાના સ્વામી…
શીદ ગંગાજળ શુદ્ધ ગણાતું, શીદ શુદ્ધ ગંગા કિનારો
શીદને ભક્ત ગણ ભાગીરથી સેવે, જાણી લીધો વેદ વરતારો..સીતાના સ્વામી…
ગંગા કિનારે જીવન વિતાવ્યું, -તેથી- આવ્યો સમય આજ સારો
ભવ સાગરનો તારણ હારો, કહે મને પાર ઉતારો….સીતાના સ્વામી…
આજ કિનારે બીજી ન નાવડી, અવર ઊતરવા ન આરો
પગ પખાળી પછી પાર ઉતારૂં, માંગું નહિ આપથી ઉતારો..સીતાના સ્વામી…
જો તેં જાણી લીધું નીર ગંગાનું, જાણી લીધો વેદ વરતારો
શીદ પખાળે પછી પાવલા મારાં, કરે નહિ ગંગ થી ગુજારો..સીતાના સ્વામી…
જળ ગંગા એ નીચ જન તાર્યા, કીધો હશે કૈકનો ઉગારો
અધમા અધમ હું અતિ અધમ નો, નહી કરે નીર ઉદ્ધારો..સીતાના સ્વામી…
પ્રેમ પિછાણી રઘુવીર રીઝ્યા કહે, તું જીત્યો ને હું હાર્યો
ચરણામૃત લઈ મેલ્યું મુખ માંહી, ત્યાં તો રોમે રોમ ઊજિયારો..સીતાના સ્વામી…
પરભવ કેરો કચ્છ કેવટ રિઝાવી, તાર્યા કુટુંબ પરીવારો
પાર ઉતરી પૂછે પ્રભુજી હવે, આપું તને કેવા ઉપહારો..સીતાના સ્વામી…
આજ પ્રભુજી મને શું શું ન મળ્યું, અનહદ કર્યા છે ઉપકારો
અવર ન આશ પણ એટલું માંગું, કરજો હવે એક દિ’ ઉતારો…….સીતાના સ્વામી……
આજ ગંગાજળ પાર મેં કરાવ્યાં, આવે અંત આયખો અમારો
લખ ચોરાસીના લેખા ન લેજો, દેજો મને આશરો તમારો..સીતાના સ્વામી…
દીન " કેદાર "નો દીન દયાળુ, ભક્ત કેરા ભાર હર નારો
છળ કપટ છોડી રામ જે રિઝાવે, પામે એ તો મોક્ષ નો કિનારો..સીતાના સ્વામી…